New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
સફાઈ અભિયાનનું આયોજન
સંત નિરંકારી મિશન દ્વારા આયોજન
નર્મદા નદીના ઘાટ પર કરાય સાફ સફાઈ
મોટી સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ભરૂચના નર્મદા મૈયા ઘાટ અને નિલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સંત નિરંકારી મિશનના પ્રમુખ સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી ભારતમાં પ્રોજેકટ અમૃતમના ચોથા ચરણ હેઠળ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા અંદાજીત 1500 થી વધુ સ્થળો,જળાશયો અને નદીઓના ઘાટની સાફ-સફાઈ સામુહિક કરવામાં આવી રહી છે. જેને ભાગરૂપે ભરૂચના નર્મદા મૈયા ઘાટ અને નિલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં 150થી વધુ સેવકોએ સાફ-સફાઈ કરી હતી. તો એકસાલ,ત્રાલસા અને દહેજ તેમજ પાંખજણ જેવા ગામોમાં પણ સેવકોએ સેવા આપી હતી.આ સફાઈ અભિયાન બાદ આધ્યાત્મિક સત્સંગ યોજાયો હતો.આ કાર્યક્રમમાં વડોદરા ઝોનના ભરૂચ બ્રાન્ચના મુખી વિનુભાઈ કાપડિયા અને સ્વંય સેવકો જોડાયા હતાં
Latest Stories