ભરૂચ:ONGCની લાઈનમાં પંક્ચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીઓની ધરપકડ

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઓએનજીસીની લાઈનમાં પંકચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને મળી સફળતા

ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ONGCની લાઈનમાંથી કરાતી હતી ઓઇલની ચોરી

પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ

અન્ય 3 આરોપીઓ વોન્ટેડ

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઓએનજીસીની લાઈનમાં પંકચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ભરૂચના નબીપુર નજીકના સીતપોણ ગામની સીમમાંથી CTF અંકલેશ્વરથી કોયલી રીફાઇનરીમાં જતી ONGCની ક્રૂડ ઓઇલની પાઇપ લાઇન પસાર થાય છે. આ પાઇપ લાઇન પર પંક્ચર કરી વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરવામાં આવી રહી છે
જેના આધારે પોલીસે તપાસ કરતા આમોદના આછોદ ગામના સંજય વસાવા અને  રમેશ વસાવાની ધરપકડ કરી હતી.ઝડપાયેલા બન્ને આરોપીઓ તેઓના જ ગામના ઇકબાલ નિઝામ પઠાણ, ઇમ્તીયાઝ એહમદ દેડકો પટેલ અને  સઈદ ઉર્ફે બટકો અદાના કહેવાથી ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ફરાર આરોપીઓ અગાઉ પણ ક્રૂડ ઓઇલની ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.આરોપીઓ વિરુદ્ધ નબીપુર પોલીસ મથકમાં ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ ૩ અને ૭ તથા પેટ્રોલીયમ એન્ડ મિનરલ પાઇપ લાઇન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બાઈટ
Latest Stories