ભરૂચ: અંબેમાતા વિદ્યાલયમાં પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ અંગેની જનજાગૃતિ અંગેનો સેમિનાર યોજાયો

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચમાં આવેલ અંબેમાતા વિદ્યાલય ખાતે નાયબ પોલીસ અધિક્ષક  એમ.એમ.ગાગુલી  ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર  બી.એલ.મહેરીયા, સાયબર ક્રાઇમ પોલીસ

New Update
IMG-20240915-WA0011
ભરૂચમાં આવેલ અંબેમાતા વિદ્યાલય ખાતે નાયબ પોલીસ અધિક્ષક  એમ.એમ.ગાગુલી  ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર  બી.એલ.મહેરીયા, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ કોન્સ્ટેબલ મલ્કેશકુમાર રામસંગભાઈ, સુહેલભાઈ ગુલામભાઈ તથા અંબેમાતા વિદ્યાલયના આચાર્ય હેરેન્દ્રભાઇ ભગત દ્રારા ૧૫૦ થી વધુ બાળકોને સાયબર ક્રાઇમથી બચવા માટે શું શું કરવું.? કઇ કઇ બાબતો ધ્યાનમાં લેવી? સોશીયલ મિડિયા એકાઉન્ટની પ્રાઇવસી/સીક્યુરીટી કઇ રીતે સેટ કરવી અને સોશીયલ મિડિયા એકાઉન્ટ થકી કયા કયા બનાવો હાલ બની રહ્યા છે,
બાળકોને મોબાઈલ આપતી વખતે શુ શુ ધ્યાન રાખવુ, ગેમીંગ એપ્લીકેશનથી થતા ગેરફાયદાઓ જેવી હકિકતથી વાકેફ કરેલ. તથા ફાઇનાન્સીયલ ફ્રોડ કેવા કેવા પ્રકારના થાય છે અને તે કઇ કઇ રીતે થાય છે અને તેનાથી કઈ રીતે બચી શકાય વિગેરે જેવા અલગ અલગ બનાવો વિશે માહિતગાર કરેલ. તેમજ રોડ સેફ્ટી તથા ટ્રાફીક અવરનેશ બાબતે માહિતગાર કરેલ. તેમજ સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) પ્રોજેક્ટ હેઠળ કેડેટને ફાળવવાના થતા આર્ટીકલ્સ જેવા કે (વ્હાઈટ પી.ટી. શુઝ, શોક્સ, બેરેક કેપ વિગેરેની) વહેચણી કરવામાં આવી હતી 
Latest Stories