New Update
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે સેવાયજ્ઞ સમિતિ
સેવાયજ્ઞ સમિતિ દ્વારા કરવામાં આવ્યું સરાહનીય કાર્ય
પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિનું ઓપરેશન કરાવવામાં આવ્યું
પગભર થતા પરિવાર સાથે મિલન કરાવાયું
લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા
ભરૂચની સેવા યજ્ઞ સમિતિ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિનું ઓપરેશન કરાવી તેમનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યુ હતું ત્યારે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા
મહારાષ્ટ્રના ચીખલી શહેરના વતની 38 વર્ષીય શિવદાસ જયગુડે મુંબઈના ફૂટપાથ પર રમકડાં વેચીને પોતાના ગુજરાન ચલાવતા હતા. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં કામ કરતાં-કરતાં પડી ગયા હતા.તેઓ બેભાન હાલતમાં રોડની સાઈડ પર પડેલા હતા એમના જમણાં પગમાં ફ્રેકચર પણ થયું હતું. એમની સ્થિતિ જોઇ ત્યાંની સેવાભાવી સંસ્થા 'જલારામ સેવા' દ્વારા શિવદાસને ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના અનાથ ઘરડા ઘરમાં આશ્રય માટે મૂકી ગયા હતા.
સેવાયજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે શિવદાસનું કાઉન્સિલિંગ કર્યું ત્યારે શિવદાસ માનસિક રીતે પરેશાન જણાતા હતા અને પથારીમાંથી ઊભા થઈ શકવા અસમર્થ હતા. આથી શિવદાસને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતા અને ત્યાં શિવદાસનું ડાબા પગના ફેક્ચરનું ઓપરેશન સફળતા પૂર્વક કરાયું હતું ત્યાર બાદ ત્રણ મહિનાની સારવાર પછી શિવદાસ પગભર થઈ ગયા હતા અને હવે પરિવાર પાસે જઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકવા સમર્થ છે ત્યારે તેમનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. સેવાયજ્ઞ સમિતિના આ ઉમદા કાર્ય બદલ શિવદાસની પત્ની અને તેના બે બાળકોએ સેવાયજ્ઞ સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો.
Latest Stories