ભરૂચ:સેવાયજ્ઞ સમિતિ દ્વારા અકસ્માતગ્રસ્ત મહિલાની સારવાર કરાવી પરિવારજનો સાથે કરાવાયુ મિલન, લાગણીસભર દ્રશ્યો સર્જાયા

લુધિયાણાથી ગુમ થયેલ મહિલાને સેવાયજ્ઞ સમિતિ દ્વારા તેઓના પરિવાજનોનો સંપર્ક કરી તેઓના પરિવારજનો સાથે સંસ્થા દ્વારા મહિલાનું મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા

New Update
  • ભરૂચમાં કાર્યરત છે સેવાયજ્ઞ સમિતિ

  • સેવાયજ્ઞ સમિતિ દ્વારા અપાય સારવાર

  • અકસ્માતમાં ઘાયલ મહિલાની સારવાર કરાય

  • મહિલાનું પરિવારજનો સાથે મિલન કરાવાયું

ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા પંજાબના લુધિયાણાથી ગુમ થયેલ મહિલાને તેના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. પંજાબના લુધિયાણાના રહેતા 38 વર્ષીય કુસુમદેવીનો ધીરજકુમાર ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ પાસે  અકસ્માત સર્જાતા તેઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યાં પગમાં ફ્રેક્ચરને પગલે પથારીવસ થઈ ગયા હતા જેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સેવાયજ્ઞ સમિતિના અનાથ  ઘરમાં આશ્રય માટે લાવવામાં આવ્યા હતા.
જ્યાં તેઓની માનસિક રોગના ડો.સુનિલ શ્રોત્રીય દ્વારા સારવાર કરવામાં આવી હતી.જે સારવાર દરમિયાન તેઓ સ્વસ્થ થતા તેઓને પોતે પંજાબના લુધિયાણા જણાવી પોતનું સરનામું આપ્યું હતું.જેથી સેવાયજ્ઞ સમિતિ દ્વારા તેઓના પરિવાજનોનો સંપર્ક કર્યો હતો તેઓના પરિવારજનો સાથે સંસ્થા દ્વારા મહિલાનું મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.પરિવારના સભ્યોએ સેવા યજ્ઞ સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Latest Stories