ભરૂચ : રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

New Update
a

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથકે આગામી ગણેશ મહોત્સવ તેમજ ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજપારડી પોલીસ મથકના નવનિયુક્ત પી.આઈ. એચ.બી ગોહિલ અને પીએસઆઈ કે.બી. મીરની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કાયદો અને વ્યવસ્થા બાબતે રાજપારડી પોલીસ મથકના પી.આઈ એચ.બી ગોહિલ દ્વારા આગેવાનોને જરૂરી સુચનાઓ આપી હતી.કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે દરેકને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી,અને તહેવારોની ઉજવણી શાંતિમય માહોલમાં તેમજ કાયદામાં રહીને કરવાની ખાસ તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં ગણેશ ઉત્સવના આયોજકો તેમજ ઈદ એ મિલાદના આયોજકો તેમજ રાજપારડી તથા આજુબાજુ ગામના પોલીસ મથક વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories