New Update
ભરૂચમાં રણછોડજીના મંદિરે થશે શરદ પૂનમની ઉજવણી
જુના બજાર સ્થિત છે રણછોડજીનું મંદિર
શરદ પૂનમ નિમિત્તે યોજાય છે ઉભા ભજન
દીવા પ્રગટાવીને દીપમાળાનો કરાય છે શણગાર
ભક્તોને દર્શનનો લ્હાવો લેવા માટે કરાયો અનુરોધ
ભરૂચ શહેરમાં આવેલા રણછોડજી મંદિરમાં શરદ પૂનમની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચમાં આવેલા રણછોડજીનાં મંદિરમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે.ભરૂચ શહેરમાં આ એક માત્ર જગ્યા છે જ્યાં ભક્તો ઉભા રહીને એટલે કે ઉભા ભજન કરીને ભગવાન રણછોડજીની આરાધના કરે છે.
તેમજ દીવા પ્રગટાવીને દીપમાળા શણગારવામાં આવે છે.ભરૂચના જૂના બજાર વિસ્તારમાં આવેલ રણછોડરાયજી મંદિરમાં 16 ઓક્ટોબરના દિવસે શરદ પૂનમની ઉજવણી પ્રસંગે ભક્તોને દર્શનનો લ્હાવો લેવા માટે મંદિરના પુજારીએ અનુરોધ કર્યો હતો.
Latest Stories