ભરૂચ:ગટરમાંથી ધડ વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ

ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ધડ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું ફક્ત માથુ જ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
ભરૂચમાં ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો
Advertisment
ગટરમાંથી ધડ વગરનો મૃતદેહ મળી આવ્યો
મૃતદેહનું ફક્ત માથું જ મળ્યું
સામાજિક કાર્યકરે પોલીસને કરી જાણ
એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ધડ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું ફક્ત માથુ જ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
Advertisment
ભરૂચમાં શેરડીના ખેતરોમાંથી માનવ કંકાલ અને મૃતદેહ મળવાની ઘટનાઓ બાદ હવે ગટરમાંથી ધડ વગરનો મૃતદેહ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી મૃતદેહનું ફક્ત માથું જ મળી આવ્યું હતું.આ અંગેની જાણ થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ પહોંચી હતી અને ગટરમાંથી મૃતકનું માથું બહાર કાઢ્યું હતું.તો બીજી તરફ પોલીસને જાણ કરાતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી એફ.એસ.એલ. તેમજ પોસ્ટમોર્ટમ કરાવવાની શરૂ કરવામાં આવી છે. હત્યાની આશંકા વચ્ચે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતદેહનું ફક્ત માથું જ મળી આવ્યુ છે ત્યારે તેનું ધડ ક્યાં છે એ શોધવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે.
Advertisment
Latest Stories