ભરૂચ : ભારતીય સૈન્યના શૌર્ય-પરાક્રમના સન્માનમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજે ગરબા થકી અનોખી સલામી આપી…

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા ‘ઓપરેશન સિંદુર’ થીમ પર ગરબા ઘૂમીને અનોખી સલામી આપી

New Update
  • ભારતીય સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં આયોજન

  • ઝાડેશ્વર-રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે વિશેષ ગરબાનું આયોજન

  • ભારતીય સેનાના શૌર્યને સમર્પિત અનોખો ગરબો રજૂ કરાયો

  • શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા અનોખી સલામી

  • ઓપરેશન સિંદુર’ થીમ પર અનેક ખેલૈયાઓ ગરબા ઘૂમ્યા 

ભારતીય સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા ઓપરેશન સિંદુર’ થીમ પર ગરબા ઘૂમીને અનોખી સલામી આપી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વ દરમ્યાન સેનાને સલામ કરવા સાતમના નોરતે સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદુર’ ગરબો વગાડીને દેશના વીર જવાનોને અનોખી સલામી આપવા માટે અનુરોધ કર્યો હતો, ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજે આ ઐતિહાસિક અવસરમાં જોડાઇને સાતમા નોરતે રાત્રે એક જ તાલેએક જ સૂરમાં ભારતીય સેનાના સન્માનમાં ઓપરેશન સિંદુર પર બનેલા ગરબે ઘૂમ્યા હતાજ્યાં દરેક સ્ટેપમાંદરેક તાલીમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ જોવા મળ્યો હતો. શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજના આગેવાનો અને સભ્યો સહિત ખેલૈયાઓએ ભેગા મળી સેનાને સલામ કરવાનો અવસર બનાવ્યો હતો.

Latest Stories