MP મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં નેત્રંગ ખાતે સિકલસેલ દિવસની ઉજવણી કરાય

ભરૂચ આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

New Update
bhr mp
ભરૂચ આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર  તુષાર સુમેરા અને પ્રાયોજના વહીવટદાર  યોગેશ સાંગલેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. 
કલેક્ટર.  તુષાર સુમેરાએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ રોગને અટકાવવા માટે આપણે એક લક્ષ્ય લઈને ચાલવું પડશે. આરોગ્ય વિભાગ દ્નારા તમામનું સ્કિનિંગ થાય એ ખૂબ જ મહત્વનું છે. કંઈક ઈનોવેટીવ વિચારી લગ્નગ્રંથિથી જોડાતા પહેલા સ્ક્રીનિંગ ફરજિયાત કરાવી સિકલસેલ તપાસ કરાવામાં આવે તો મંહદ અંશે આપણે આ રોગને અટકાવી શકીયે છીએ. 
આ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વર્ષ -૨૦૪૭ સુધીમાં સિક લસેલ નાબૂદી માટેનો દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે બધાયે સહયારો પ્રયત્ન કરવો જોઈએ. આપણી પોતાની સતકર્તા અને શિક્ષણના માધ્યમથી આપણા વિસ્તારમાંથી આ રોગને નાબૂત કરી શકાય તેમ છે. 
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ  વસુધાબેન વસાવા, નેત્રંગ તાલુકા ઉપપ્રખુખ, જિલ્લા પંચાયતના સભ્યો,પ્રાયોજના વહીવટદાર , અંકલેશ્વર પ્રાંત અધિકારી, મુખ્ય આરોગ્ય અધિકારી જે.એસ દુલેરા,તાલુકા વિકાસ અધિકારી, મામલદાર, આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Latest Stories