New Update
/connect-gujarat/media/media_files/2024/12/17/Z2gVRtGCQjHTR8mNmb5a.jpg)
ભરૂચ દહેજમાં બંધ મકાનમાં ચોરી કરવાના કારસામાં પોલીસે ચોરી કરનારા તસ્કર તેમજ તેમની પાસેથી સોનાના દાગીના ખરીદનાર બે સોનીને ઝડપી પાડ્યો છે.
ભરૂચના દહેજના ટાવર ફળિયામાં રહેતાં અને મુળ દાહોદના ખંગેલાં ગામના કરશન બારિયા રાશનકાર્ડમાં કેવાયસી કરવા માટે પરિવાર સાથે વતન ગયાં હતાં. દરમિયાનમાં તસ્કરોએ તેમના ઘરમાં ત્રાટકી 8 હજાર રોકડા તેમજ 73 હજારના ચાંદીના દાગીના મળી કુલ 81 હજારની ચોરી કરી ગયાં હતાં. દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તસ્કરોના પગેરૂં મેળવવા માટેની કવાયત હાથ ધરતાં બાતમીદારો થકી માલુમ પડ્યું હતું કે, ચોરીના કારસામાં દહેજમાં જ બોરડી ફળિયામાં રહેતો અનિલ રાઠોડે ચોરી કરી હતી.જેથી ટીમે તેની ધરપકડ કરી પુછપરછ કરતાં તેણે આમોદના રાહુલ સંતોષ સોની તેમજ દહેજના રમેશચંદ્ર બાબુલાલ સોનીને દાગીના વેચ્યાં હોવાનું કબુલ કરતાં ટીમે તે બન્નેની પણ ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો