New Update
/connect-gujarat/media/media_files/CeK76gU2DNSuntEbLDiy.png)
ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તહેવારોના સમયમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભરૂચ શહેર અને વાગરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દુકાન તેમજ મકાનને ભાડુઆતને ભાડે આપી અને સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવામાં આવી ન હતી આ મામલામાં પોલીસે 10 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. જેમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા વિસ્તારો અને વાગરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા વિસ્તારોમાં પોલીસમાં નોંધણી કરાવ્યા વગર દુકાનો અને મકાનો ભાડે આપનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે