ભરૂચ: SOGએ 6 મેડિકલ સ્ટોરના માલિકો સામે જાહેરનામાં ભંગના ગુના દાખલ કર્યા, CCTV વગર શિડ્યુઅલ દવાનું કરતા હતા વેચાણ

શીડયુઅલ H,H1 & X ડ્રગ્સનુ વેચાણ કરતા મેડીકલ /ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલનુ સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું જે ચેકીંગ દરમ્યાન સીસીટીવી કેમેરા ન લગાડનાર 6 મેડિકલ સ્ટોરના માલિકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
Medical Store Notice
ભરૂચ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીએ  ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ શીડયુઅલ H, H1 &X દવાનુ વેચાણ કરતા મેડીકલ ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા નહી લગાડનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
Advertisment
MEdicalStore
જે અંતર્ગત પોલીસે ડ્રગ્સ ઓફીસર ચેતન એન કડકીયાને સાથે રાખી ભરૂચ શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ શીડયુઅલ H,H1 & X ડ્રગ્સનુ વેચાણ કરતા મેડીકલ /ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલનુ સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું જે ચેકીંગ દરમ્યાન સીસીટીવી કેમેરા ન લગાડનાર 6 મેડિકલ સ્ટોરના માલિકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Latest Stories