New Update
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે સેવા યજ્ઞ સમિતિ
નિરાધાર દર્દીઓની કરવામાં આવે છે સેવા
એસ.પી.જી.ના અધ્યક્ષ પહોંચ્યા મુલાકાતે
લાલજી પટેલે સેવાયજ્ઞ સમિતિની લીધી મુલાકાત
સહાયભૂત થવાની આપી ખાતરી
શ્રી સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સેવા યજ્ઞ સમિતિની મુલાકાત લીધી હતી. ભરૂચના ઝાડેશ્વર સ્થિત BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે સરદાર પટેલ સેવાદળના સ્નેહ મિલનમાં હાજરી આપવા માટે આવેલા SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ભરૂચ સિવિલ હોસ્પીટલના કેમ્પસ સ્થિત સેવા યજ્ઞ સમિતિ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે સેવાયજ્ઞ સમિતિ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ભોજન અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારી સેવા કરવામાં આવી રહી છે ત્યારે સરદાર પટેલ ગ્રુપ સેવા કાર્યમાં સહભાગી બનશે અને ભવિષ્યમાં જરૂર જણાય સહાય પૂરી પાડવામાં આવશે.
Latest Stories