New Update
-
ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજન
-
ઑક્સિલિયમ સ્કુલ દ્વારા કબડ્ડી સ્પર્ધા યોજાય
-
રાજ્ય કક્ષાની 34મી કબ્બડી સ્પર્ધાનું આયોજન
-
pરાજ્યમાંથી 300 ખેલાડીઓએ ભાગ લીધો
-
12 ખેલાડીઓ નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
ભરૂચ ખાતે સબ જુનીયર ભાઈઓની રાજ્ય કક્ષાની 34મી કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી 300 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિયેશન તથા ઑક્સિલિયમ સ્કુલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની 34મી સબ જુનીયર કબ્બડી સ્પર્ધાનું આયોજન ગત તા. 17 અને 18 જાન્યુઆરી-2025ના રોજ કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 300 જેટલા ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના અંતે 12 ખેલાડીઓની પસંદગી થતા તેઓ હવે નેશનલ લેવલ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિયેશનના પ્રમુખ દિનેશ પટેલ, ઉપપ્રમુખ ભગવાન સહાય યોગી, સેક્રેટરી તુષાર અરોઠે, ભરૂચ જિલ્લા કબ્બડી એસો.ના સેક્રેટરી ડો. જયપાલસિંહ મોરી, જિલ્લા રમત ગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, ઑક્સિલિયમ સ્કુલના ટ્રસ્ટી માર્ગેશ રાજ, આચાર્ય સંગીતા રાજ સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories