ભરૂચ: અદાણી ફાઉન્ડેશન દ્વારા શુકલતીર્થ આરોગ્ય કેન્દ્રમાં મેડીકલના અત્યાધુનિક સાધનો અર્પણ કરાયા

અદાણી ફાઉન્ડેશન દ્વારા HBA1C એનેલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટો બાયો કેમેસ્ટ્રી મશીન જેવા રોગના નિદાન માટે જરૂરી સાધનનો સહયોગ આપવામાં આવ્યો

Adani Foundation
New Update
ભરૂચના ઐતિહાસિક ગામ શુકલતીર્થના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વધુ સશક્ત કરવાનું કાર્ય અદાણી ફાઉન્ડેશનના સહકારથી નવરાત્રિના દિવસોમાં થયું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા HBA1C એનેલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટો બાયો કેમેસ્ટ્રી મશીન જેવા રોગના નિદાન માટે જરૂરી સાધનનો સહયોગ આપવામાં આવ્યો છે. આ મશીન એવું છે કે એના દ્વારા ૯૮ પ્રકારના લોહી રિપોર્ટ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરી શકાશે.
Adani Foundation
આ સુવિધા અહી મળવાથી હવે શુકલતીર્થ કે આસપાસના દર્દીને ભરૂચ સુધી જવાની જરૂર નહીં પડે અને ઘર નજીક નિઃશુલ્ક તપાસ થઈ શકશે.મશીનરીના અભાવે દર્દીઓ લોહીના રિપોર્ટ માટે ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. એ માટે સ્થાનિક આગેવાનો અને આરોગ્ય વિભાગ તરફથી એક વિનંતી અદાણી ફાઉન્ડેશનને મળી હતી જેના ભાગરૂપે આ સેવા કાર્ય કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સીએસઆર હેડ પંક્તિ શાહ, ભરુચ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુનિલસિંહ, વાગરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પ્રવીણસિંહ, અદાણી ફાઉન્ડેશન દહેજના સીએસઆર હેડ ઉષા મિશ્રા, મેડિકલ ઓફિસર ડૉ.સીમા મગરવાળા, એએમઓ ડૉ.હેતલ ચૌહાણ, શુકલતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા
#શુકલતીર્થ #Adani Foundation #અદાણી ફાઉન્ડેશન #Primary Health Center #Adani Foundation-Dahej #Shuklatirtha Primary Health Centre
Here are a few more articles:
Read the Next Article