ભરૂચ: પૂર્વ CM વિજય રૂપાણીના માનમાં આજે રાજ્યવ્યાપી શોક,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક્યો

વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં  આવ્યો

New Update
  • પ્લેન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું નિધન

  • આજે ગુજરાતમાં રાજકીય શોક

  • સરકારી અને જાહેર કાર્યક્રમો રદ્દ કરાયા

  • કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાયો

  • દુર્ઘટનામાં 241થી વધુ લોકોના નિપજ્યા છે મોત

પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત 241થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.આ ગોઝારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી અંશ કોર્ટ સંકુલ સહિતની કચરીઓ પર અડધી કાંઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. 
આ ઉપરાંત ભરૂચ સહિત સમગ્ર રાજયમાં રાજકીય તેમજ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, રાજ્યના શોક દરમિયાન, વિધાનસભા, સચિવાલય સહિતની મહત્વપૂર્ણ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી ફરકાવવામાં  આવે છે.
આ સિવાય રાજ્યમાં કોઈ ઔપચારિક અને સરકારી કાર્યક્રમોનું આયોજન થતું નથી. આ સમયગાળા દરમિયાન મેળાવડા અને સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધો છે.રાજ્યભરના લોકો સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ : દિલ્હીમાં લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના સમારોહમાં વાગરાના અખોડ ગામના સરપંચને આમંત્રણ, મોડેલ ગામ તરીકે અખોડનો વિકાસ

ભરૂચ જિલ્લામાં ઓડીએફ પ્લસ મોડેલ ગામમાં સારું કામ કરીને ગામને સ્વચ્છ બનાવી રહ્યા છે. જેને લઈને ગુજરાત રાજયમાંથી ૩ સરપંચની પસંદગી કરવામાં આવી છે

New Update
MixCollage-13-Aug-2025-08-19-PM-4

ભરૂચ જિલ્લામાં ઓડીએફ પ્લસ મોડેલ ગામમાં સારું કામ કરીને ગામને સ્વચ્છ બનાવી રહ્યા છે. જેને લઈને ગુજરાત રાજયમાંથી ૩ સરપંચની પસંદગી કરવામાં આવી છે.

જે દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપશે. જેમાં ભરૂચ જિલ્લાના અખોડ ગામના સરપંચ નરેન્દ્ર સોલંકી ને સ્વતંત્રતા દિવસના સમારોહમાં ડીડી ડબલ્યુ ખાસ મહેમાન તરીકે હાજરી આપવામાં માટે આમંત્રણ આપ્યું છે. જે દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપશે.
ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના અખોડ ગામનાં સરપંચ  નરેન્દ્રસિંહ સોલંકીએ ગામની વિકાસગાથા વર્ણવતા જણાવ્યું હતું કે, અમારા ગામને જિલ્લામાં "મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ" તરીકે ઓળખવામાં આવે છે, અને તેનું કારણ સ્પષ્ટ છે. અખોડ ગામ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.ગામના દરેક ઘરમાં ૧૦૦% શૌચાલયની સુવિધા છે, જે સ્વચ્છતા તરફનું પહેલું અને સૌથી મોટું પગલું છે. આ ઉપરાંત, અખોડમાં કચરાનું સંચાલન અનોખી રીતે થાય છે. દરેક ઘરમાંથી કચરો ભેગો કરી તેનું પૂરતું સેગ્રિગેશન કરવામાં આવે છે, જેમાં ભીના અને સૂકા કચરાને અલગ પાડવામાં આવે છે. સૂકા કચરામાંના પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે વેચી દેવામાં આવે છે, જ્યારે ભીના કચરામાંથી ઉત્તમ ગુણવત્તાનું ખાતર બનાવી ગામના ખેડૂતોને ખેતી માટે મફત વિતરણ કરવામાં આવે છે. આનાથી પર્યાવરણની સુરક્ષા સાથે આર્થિક લાભ પણ થઈ રહ્યો છે.
સાથોસાથ  અખોડ ગામમાં સુયોજિત ગટર વ્યવસ્થા પણ છે. અહીંના ગ્રે-વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી પાણીને શુદ્ધ કરીને ખેતી માટે ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે, જે પાણી બચાવવાની દિશામાં એક પ્રેરણાદાયક પગલું છે.વિકાસની આ ગાથા માત્ર ભૌતિક સુવિધાઓ પૂરતી સીમિત નથી. ગામમાં લોકો જાગૃત રહે તે માટે જાહેર સ્થળો પર IEC (Information, Education and Communication) હેઠળ વિવિધ યોજનાકીય માહિતીઓ આપવામાં આવે છે. ભીંતચિત્રો, સૂત્રો અને ભવાઈ જેવા પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરીને ગ્રામજનોને શિક્ષણ અને જાગૃતિ પૂરી પાડવામાં આવે છે.