ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ GTU ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું

ભરૂચના ભોલાવ ખાતે આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ GTU ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

New Update
aaa

ભરૂચના ભોલાવ ખાતે આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએGTU ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિન્ટર2023-24માં લેવાયેલ બીજા  વર્ષ બી.ફાર્મસીના ત્રીજા સેમેસ્ટરની  ફાઇનલ પરીક્ષામાં ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની સુખદીપ કૌરેSPI 9.79સાથે ત્રીજો ક્રમાંક અને સુજનીવાલા શાહીનેSPI 9.79સાથે પાંચમો ક્રમાંક તેમજ ગજરા મારિયાએSPI 9.57સાથે દસમો ક્રમાંક  પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.વિદ્યાર્થીનીઓની સિદ્ધિ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચના સમસ્ત ટ્રસ્ટી ગણપ્રિન્સીપાલ અને સ્ટાફગણ તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે.