New Update
સ્વરછતા હી સેવા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ
ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા યોજાયો કાર્યક્રમ
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરાયો
કલેકટર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત
2જી ઓક્ટોબર સુધી યોજાશે કાર્યક્રમો
ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ,જે.બી.મોદી પાર્કની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ હોલ પાસેથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરાયો.
૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી આપવાના હેતુ સાથે સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આજરોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ સ્થિત જે.બી.મોદી પાર્કની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ હોલ પાસેથી ભરૂચ જિલ્લામાં સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે જનભાગીદારી ધ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ સાથે વેસ્ટ સેગ્રીગેશન અને કોમ્પોસ્ટિંગ સ્ટોલનું ઉદધાટન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સફાઇ શ્રમદાન સહિત શપથ ગ્રહણ કરાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર તુષાર સુમેરા,આર.ડી.સી.એન.આર.ધાંધલ,જી લ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતીકા પટેલ અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ અને ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તેમજ આમંત્રિતો અને પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories