ભરૂચ : વાગરાના વિલાયત ગામે 10મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડમાં સુધારા, રેશનકાર્ડ, હેલ્થ ચેકઅપ, આયુષ્યમાન કાર્ડ જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમનો વિલાયત ગામ સહિત આજુબાજુના ગામના લોકોએ લાભ લીધો

New Update

 વાગરા તાલુકાના વિલાયત ગામમાં કાર્યક્રમ યોજાયો

10મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું

સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા

વિવિધ સરકારી યોજનાનો લાભાર્થીઓએ લાભ લીધો

અનેક આગેવાનો સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

 ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામમાં 10મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.

સામાન્ય નાગરિકના જીવનમાં પ્રકાશ પાથરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર સેવાસેતુ કાર્યક્રમના આયોજન કરવામાં આવી રહ્યા છેત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામ ખાતે 10મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી.

સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડમાં સુધારારેશનકાર્ડહેલ્થ ચેકઅપઆયુષ્યમાન કાર્ડ જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમનો વિલાયત ગામ સહિત આજુબાજુના ગામના લોકોએ લાભ લીધો હતો.

આ પ્રસંગે વાગરા મામલતદાર મીના પટેલવાગરા તાલુકા પંચાયતના પ્રમુખ ભુપતસિંહ વાઘેલાતાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલઇમરાન ભટ્ટીસેહનાજબેનહસન સૈયદરાજુ પટેલ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories