ભરૂચ : ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહ રણાના અધ્યક્ષસ્થાને 119મી વાર્ષિક સાધારણ સભા યોજાય...

સહકારી ક્ષેત્રની અગ્રીમ ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અરુણસિંહ રણાના અધ્યક્ષસ્થાને 119મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું

New Update
Bharuch District Cooperative Bank
  • ભરૂચ-નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની બેંક

  • ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંકની સાધારણ સભા મળી

  • ચેરમેન અરુણસિંહ રણાના અધ્યક્ષસ્થાને સાધારણ સભા મળી

  • 119મી વાર્ષિક સાધારણ સભામાં વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા

  • જીલ્લામાં બેંકની 19 શાખા સફળતાપૂર્વક કાર્યરત : અરુણસિંહ

ભરૂચ-નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અરુણસિંહ રણાના અધ્યક્ષસ્થાને 119મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલ ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકના સહકારી ભવન ખાતે બેંકની 119મી સાધારણ સભા બેંકના ચેરમેન તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના અધ્યક્ષસ્થાને યોજાય હતી. આ વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની પણ નોંધ લેવામાં આવી હતી. સભાને સંબોધિત કરતા બેંકના ચેરમેન અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કેબેંકએ આજે ઉત્કૃષ્ટ વિકાસ કર્યો છે. 25 વર્ષ અગાઉ ભાડાના મકાનમાં કાર્ય શરૂ કરનાર બેંક હવે ભરૂચમાં પોતાની હેડ ઓફિસ ધરાવે છે.

એટલું જ નહીંભરૂચ જિલ્લામાં ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકની કુલ 19 શાખાઓ સફળતાપૂર્વક કાર્યરત છે. તેમણે સહકારી ક્ષેત્ર માટે સરકારે અમલમાં મુકેલી નવી યોજનાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કેઆવા પ્રયાસોથી ખેડૂતો સહિત સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોના સર્વાંગી વિકાસને વેગ મળ્યો છે. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનો અભૂતપૂર્વ સહકાર બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોવિવિધ મંડળીઓના પ્રતિનિધિઓસભાસદોબેંકના હોદ્દેદારોકર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories