ભરૂચ : ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પૂજા સ્થળની વ્યવસ્થાને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક ભૂમિને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીયોના પવિત્ર પર્વ છઠ્ઠ પૂજા માટેની તૈયારીઓના ભાગરૂપે જળાશયોની સાફ સફાઈથી માંડીને પૂજા સ્થળ ઉભા કરવામાં આવ્યા છે.

New Update

ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા પવિત્ર છઠ્ઠ પૂજાની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

Advertisment
ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક ભૂમિને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીયોના પવિત્ર પર્વ છઠ્ઠ પૂજા માટેની તૈયારીઓના ભાગરૂપે જળાશયોની સાફ સફાઈથી માંડીને પૂજા સ્થળ ઉભા કરવામાં આવ્યા છે.ભરૂચ-અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા દર વર્ષે છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે.
જેના ભાગરૂપે કારતક સુદ છઠ્ઠના રોજ ઉગતા સૂર્યની પૂજા કરીને ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પૂજા કરવામાં આવશે.જે નિમિત્તે અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્વસ્તિક પાર્ક નજીક નહેર પાસે ઉત્તર ભારતીય સમાજના આગેવાનો દ્વારા સાફ-સફાઈ કરી પૂજા સ્થળની વ્યવસ્થા કરવામાં આવી હતી.તો આવી જ રીતે અન્ય જળાશયો અને નહેરના કિનારે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
Advertisment