ભરૂચ: તંત્ર દ્વારા ઝાડેશ્વર ચોકડીથી કસક સર્કલ સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, દબાણકર્તાઓમાં ફફડાટ

ગેરકાયદેસર દબાણો અંગેની અનેક રજૂઆત તંત્રને મળતા ભરૂચ માર્ગ અને મકાન વિભાગ તેમજ પી.ડબ્લ્યુ.ડી.વિભાગ દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી

New Update
  • ભરૂચમાં તંત્રની કાર્યવાહી

  • ગેરકાયદેસર દબાણ દૂર કરાયા

  • મુખ્યમાર્ગ પર અડીને આવેલ દબાણ દૂર કરાયા

  • દબાણોના કારણે ટ્રાફિકને પહોંચતું હતું અડચણ

  • આવનાર સમયમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે

ભરૂચમાં તંત્ર દ્વારા ઝાડેશ્વર ચોકડીથી લઈ કસક સર્કલ સુધીના મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરમાં મુખ્ય માર્ગને અડીને કરાતા ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી રહી હતી.આ અંગેની અનેક રજૂઆત તંત્રને મળતા ભરૂચ માર્ગ અને મકાન વિભાગ તેમજ પી.ડબ્લ્યુ.ડી.વિભાગ દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી
જેમાં શહેરની ઝાડેશ્વર ચોકડીથી લઈને કસક સર્કલ સુધીના મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મુખ્ય માર્ગને ઉભી કરાયેલ નાની મોટી રેકડીઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવી હતી અને માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.
Latest Stories