New Update
ભરૂચના વાલિયાનો બનાવ
કદાવર દીપડો પાંજરે પુરાયો
વન વિભાગ દ્વારા ગોઠવાયું હતું પાંજરૂ
દીપડાએ વાછરડીનો કર્યો હતો શિકાર
ખેડૂતોએ હાશકારો અનુભવ્યો
ભરૂચ વાલિયા ગામની સીમમાં વાછરડીનું મારણ કરનાર કદાવર દીપડો આજે વહેલી સવારે પાંજરે પુરાતા ખેડૂતો સહિત પશુ પાલકોએ રાહતનો શ્વાસ લીધો.
ભરૂચના વાલિયા ગામની સીમમાં અવારનવાર દીપડો દેખાતા લોકો ભયભીત બન્યા હતા.ગત તારીખ-27મી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવાના 12 પૈકી બે વાછરડીઓને દીપડાએ શિકાર બનાવી હતી.આ અંગે પશુ પાલકે વન વિભાગની કચેરી જાણ કરતા વન વિભાગના આર.એફ.ઓ. મહિપાલસિંહ ગોહિલના માર્ગ દર્શન હેઠળ વન સંરક્ષક દિનેશ એસ.રાઠવાએ ટીમ સાથે સ્થળ પર પહોંચી મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું.જે પાંજરામાં આજરોજ વહેલી સવારે અંદાજીત 60થી 70 કિલો વજનનો 5થી 6 વર્ષનો કદાવર નર દીપડો પુરાયો હતો.દીપડાને વેટરનરી તબીબ પાસે તબીબી નિરીક્ષણ અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.
Latest Stories