ભરૂચ : લીંબચ માતાની વાડી-ઝાડેશ્વર ખાતે હિન્દુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સંગઠન સભા યોજાય...

પારંપરિક વ્યવસાયનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની પહેલમાં પ્રથમ પગથિયું માંડતા ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લીંબચ માતાની વાડી ખાતે હિન્દુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સંગઠન સભા યોજાય

New Update

ઝાડેશ્વરની લીંબચ માતાની વાડી ખાતે આયોજન

હિન્દુ વાળંદ એકતા સંગઠન દ્વારા આયોજન કરાયું

હિન્દુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સભા યોજાય

પારંપરિક વ્યવસાયના સંરક્ષણ-સંવર્ધનની પહેલ

સભામાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લીંબચ માતાની વાડી ખાતે હિન્દુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સંગઠન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉઠો જાગો ઓર હિન્દુ હિત કે સાથ ચલોના જયઘોષ સાથે પરંપરાથી ચાલ્યા આવેલ કેશ કર્તનના વ્યવસાયને સન્માનસ્વાભિમાન અને આત્મગૌરવના ભાવ સાથે વાળંદ એકતા સંગઠન પોતાના પારંપરિક વ્યવસાયનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની પહેલમાં પ્રથમ પગથિયું માંડતા ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લીંબચ માતાની વાડી ખાતે હિન્દુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સંગઠન સભા યોજાય હતી.

જેમાં મુકતાનંદ સ્વામી તેમજ હરિપ્રબોધમ પરિવારના પ્રમુખ મિલિંદ પટેલ દ્વારા સુંદર વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાળંદ સમાજના પ્રમુખ ઈન્દુભાઈ, RSSના મેહુલ વાળંદ સહિતના અગ્રણીઓ અને કેશ કર્તન વ્યવસાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Thanks & Regards, 
Latest Stories