ભરૂચ : જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાથી સામાન્ય લોકોની મુશ્કેલી વધી, હવે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો

અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો તાત્કાલિક અસરથી વધારો કર્યા બાદ હવે મોંઘવારીનો ભરડો વધુ ઉગ્ર બન્યો છે ત્યારે રોજબરોજની વસ્તુના ભાવ નિયંત્રણ માટેની ઉઠી માંગ  

New Update
  • જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવમાં વધારો

  • અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

  • પ્રતિ લીટર દૂધના ભાવમાં રૂ.2નો વધારો

  • મધ્યમ અને ગરીબ લોકોની મુશ્કેલીમાં વધારો

  • રોજબરોજની વસ્તુના ભાવ નિયંત્રણ માટેની ઉઠી માંગ 

શ્વેત ક્રાંતિને ઉજાગર કરતી અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો તાત્કાલિક અસરથી વધારો કર્યા બાદ હવે મોંઘવારીનો ભરડો વધુ ઉગ્ર બન્યો છે. હાલના સમયમાં શાકભાજીખાદ્ય તેલ અને દાળ સહિતની નિત્ય વસ્તુઓના ભાવમાં પણ સતત વધારો જોવાઈ રહ્યો છેજેને કારણે સામાન્ય જનતાનું ઘરેલુ બજેટ તૂટતી કગાર પર પહોંચી ગયું હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.

વર્તમાન સમયમાં મોંઘવારીનો ગ્રાફ સતત વધી રહ્યો છે,ખાસ કરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં છાશવારે વધારાથી મધ્યમ વર્ગીય પરિવારો માટે ઘર વ્યવસ્થાનું માળખું ડગમગી ગયું છે. શાકભાજી,અનાજ,કઠોળ,દાળ સહિતની ખાદ્ય પદાર્થોના ભાવ પણ હાલમાં વધુ હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે ખાદ્ય તેલનાં ભાવ પણ તેજીથી વધી રહ્યા છે,ત્યારે અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા 2નો વધારો તાત્કાલિક અસરથી ઝીંકાતા ગૃહીણોમાં આ મુદ્દે નારાજગી જોવા મળી છે.અને સરકાર પાસે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવને નિયંત્રણમાં લાવવા માટેની માંગ કરી હતી. 

ભરૂચમાં ચા વેચનાર અને રોજબરોજ દૂધનો ઉપયોગ કરતા લોકો ઉપર અમૂલ દૂધના ભાવ વધારાની સીધી અસર થઈ છે.બીજી તરફશાકભાજી અને તેલના ભાવ વધી જતા રોજની રસોઈ પણ મધ્યમ અને ગરીબ વર્ગ માટે મોંઘી પડી રહી છે.લોકો સરકાર પાસેથી માંગ કરી રહ્યા છે કે વારંવાર થતા ભાવ વધારા પર નિયંત્રણ લાવવામાં આવે.

વેપારીઓ કહે છે કે આ ભાવ વધારો હોલસેલ બજારમાંથી શરૂ થાય છે,અને રિટેલ સુધીમાં ગ્રાહકને મોટો ભાર સહન કરવો પડે છે.જનતાની માંગ છે કે સરકાર પાસે કિંમતો નિયંત્રિત કરવા માટે મશીનરી છેછતાં નિયમિત વાટાઘાટો કે પગલા જોવા મળતા નથી.આ મોંઘવારીના માહોલ વચ્ચે રોજિંદા જીવન ચલાવવું સામાન્ય માનવી માટે મોટો પડકાર બની રહ્યો છે.

Read the Next Article

ભરૂચ: નગર સેવા સદન દ્વારા બિસ્માર માર્ગો પર થીંગડા મરવાનું શરૂ કરાયું, કેટલા દિવસ ટકે એ જોવું રહ્યું !

ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે

New Update
  • ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બન્યા બિસ્માર

  • વરસાદી માહોલ વચ્ચે માર્ગો પર પડ્યા ખાડા

  • મસમોટા ખાડાના કારણે વાહનચાલકો પરેશાન

  • નગરપાલિકાએ ખાડા પુરવાનું શરૂ કર્યું

  • લાખો રૂપિયાનો કરાશે ખર્ચ !

ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે
ભરૂચમાં વરસાદની સાથે જ નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પુરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. શહેરના આઇકોનિક રોડ સહિત મુખ્ય માર્ગો પર વરસાદનના કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ શરૂ થતાં જ એ જ રસ્તાઓ ફરી ખસ્તાહાલ બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે.
આજના દિવસે શહેરના શક્તિ સર્કલથી ભૃગુઋષિ બ્રિજના નીચે આવેલા સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વરસાદી માહોલ વચ્ચે લોકોને અગવડ ન પડે એ માટે ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આવનારા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી કરાશે.