ભરૂચ : ઝઘડીયાથી SOU પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર, બસના ચાલકો પોતે ખાડા પૂરતા નજરે પડ્યા

મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા અહીથી પસાર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે  બસના ચાલકો પોતે ખાડા પૂરતા નજરે પડ્યા

New Update
રાષ્ટ્રીય ધોરીમાર્ગ

ભરૂચ જિલ્લાના ઝઘડીયાથી SOU પ્રતિમાને જોડતો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પડેલા મસમોટા ખાડાને ખાનગી કંપનીની બસના ચાલકોએ બસમાં પથ્થર લઈ જઈ પોતે ખાડા પૂરતા નજરે પડ્યા હતા. 

ભરૂચ જિલ્લાના ઝઘડીયાથી SOU પ્રતિમાને જોડતો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા અહીથી પસાર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છેત્યારે ઝઘડીયાની આરતી કંપનીના બસ ડ્રાઈવરોએ બસમાં પથ્થર ભરી લઈ જઈ રોડ પરના ખાડા ભરતા નજરે પડ્યા હતા.

બિસ્માર રોડ રસ્તાને લઈ સ્થાનિકો સહિત વાહનચાલકો પરેશાન છેત્યારે માર્ગ પર પડેલા ખાડાના કારણે રોજબરોજ આવતા જતા વાહનોના એક્ષેલ તૂટવા સહિત વાહનોને નુકશાન થતું હોવાનું ડ્રાઈવરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Latest Stories