ભરૂચ જિલ્લાના ઝઘડીયાથી SOU પ્રતિમાને જોડતો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પડેલા મસમોટા ખાડાને ખાનગી કંપનીની બસના ચાલકોએ બસમાં પથ્થર લઈ જઈ પોતે ખાડા પૂરતા નજરે પડ્યા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડીયાથી SOU પ્રતિમાને જોડતો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા અહીથી પસાર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ઝઘડીયાની આરતી કંપનીના બસ ડ્રાઈવરોએ બસમાં પથ્થર ભરી લઈ જઈ રોડ પરના ખાડા ભરતા નજરે પડ્યા હતા.
બિસ્માર રોડ રસ્તાને લઈ સ્થાનિકો સહિત વાહનચાલકો પરેશાન છે, ત્યારે માર્ગ પર પડેલા ખાડાના કારણે રોજબરોજ આવતા જતા વાહનોના એક્ષેલ તૂટવા સહિત વાહનોને નુકશાન થતું હોવાનું ડ્રાઈવરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.