New Update
ભરૂચમાં કાર્યરત છે સેવાયજ્ઞ સમિતિ
સેવા યજ્ઞ સમિતિને અંતિમયાત્રા વાહીની અર્પણ કરાય
મહેતા પરિવાર દ્વારા કરાયુ સેવાકાર્ય
વિના મૂલ્યે સેવા આપવામાં આવશે
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના મહેતા પરિવાર દ્વારા પિતૃઓના સ્મરણાર્થે ભરૂચની સેવા યજ્ઞ સમિતિને અંતિમ યાત્રા વાહિની અર્પણ કરવામાં આવી હતી. ભરૂચની જનતાને ઉપયોગી થાય તેવી નાની ગલીઓમાં જઈ શકે તેવી અંતિમ યાત્રા વાહિની ભરૂચમાં વસતા શોભાબેન મહેતા અને યોગેશ મહેતા દ્વારા સ્વ.મધુબેન એ મહેતા અને સ્વ.અમરતલાલ પી.મહેતાના સ્મરણાર્થે ભરૂચની સેવા યજ્ઞ સમિતિને અર્પણ કરવામાં આવી હતી.
સેવા યજ્ઞ સમિતિ વિના મુલ્યે આ અંતિમ વાહિનીની સેવા પૂરી પાડશે.આ અર્પણ કાર્યક્રમમાં યોગેશ મહેતા અને શોભાબેન મહેતા અને પરિવારજનો તેમજ સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.