-
ભરૂચના વાલિયામાં યોજાયો કાર્યક્રમ
-
APMCના નવા ભવનનું લોકાર્પણ કરાયુ
-
લોકાર્પણ સમારોહમાં આગેવાનોએ આપી હાજરી
-
ભવનથી ખેડૂતોની થશે આર્થિક વૃદ્ધિ
-
મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા ઉપસ્થિત
ભરૂચના વાલીયા ખાતે નવનિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના વાલીયામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અત્યાધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો લોકાર્પણ સમારોહ આજરોજ યોજાયો હતો આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા,ભજપના આગેવાન બળવંતસિંહ ગોહિલ,ભારતસિંહ પરમાર,માર્કેટિંગ યાર્ડના ચેરમેન યોગેશસિંહ મહિડા સહિતના આગેવાનો નેત્રંગ અને વાલીયા તાલુકાના મંડળીના ચેરમેનો અને ડિરેક્ટર તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ હજારો ખેડૂતોએ ઉમટેલા હતા.આ નવનિર્મિત ભવન ખેડૂતો માટે આર્થિક અને સામાજિક વિકાસના નવા દરવાજા ખોલવાનો મોટો અવસર બની રહેશે એવો આશાવાદ આગેવાનોએ વ્યક્ત કર્યો હતો.