ભરૂચ: ગોકુલનગરમાં કોમી અથડામણ મામલે સામા પક્ષે પણ 7 લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ

આ મામલે અગાઉ પોલીસે 20 આરોપીઓ અને ટોળા સામે ગુનો નોંધ્યો હતો જેમાંથી 17ની ધરપકડ કરી તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે તેઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

New Update
Bharuch communal clash

ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તો અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

આ મામલે અગાઉ પોલીસે 20 આરોપીઓ અને ટોળા સામે ગુનો નોંધ્યો હતો જેમાંથી 17ની ધરપકડ કરી તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે તેઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે..

તો આ તરફ સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે ફરિયાદીએ મારામારી સહિતની કલમ હેઠળ સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વ પર ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બંને કોમના ટોળા સામ સામે આવી જતા ભરૂચમાં વાતાવરણ ગરમાયું હતું જો કે પોલીસે સમયસર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો
Latest Stories