ભરૂચ: રિકવરી એજન્ટના નામે ગુંડાગીરી કરતા ઇસમોની શાન ઠેકાણે આવી, પોલીસે આકરી ગરમીમાં ખુલ્લા પગે ફેરવી કરાવ્યું રી કન્સ્ટ્રકશન

ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ રિકવરી એજન્ટો યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ધોમધખતા તાપમાં ખુલ્લા પગે ફેરવી સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં સામે આવ્યો હતો મામલો

  • રિકવરી એજન્ટોનો જોવા મળ્યો હતો ત્રાસ

  • એક વ્યક્તિનું નિપજ્યું હતું મોત

  • ગુંડાગીરી કરતા તત્વોની શાન ઠેકાણે આવી

  • પોલીસે કરાવ્યું રી કન્સ્ટ્રકશન

ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ રિકવરી એજન્ટોને ધોમધખતા તાપમાં ખુલ્લા પગે ફેરવી સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું. બન્ને એજન્ટોની ગુંડાગીરીના કરાને રહળપોર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
ભરૂચ પોલીસે ફાયનાન્સ વાહનોની રિકવરીના નામે ગુંડાગીરી આચરનાર બે શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા રિકવરી એજન્ટ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તડકાની ગરમીમાં બંને આરોપીઓને ઉઘાડા પગે ફેરવી ઘટનાક્રમની પુનઃરચના કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ભરૂચના રહાડપોર રોડ પર યોગેશ બેલેરાવની ટોળકી દ્વારા વાહનચાલકોને ધમકાવી અને દબાણ કરીને વાહનો કબજે કરવામાં આવતા હતા. આ ત્રાસના કારણે 43 વર્ષીય ઉર્વીશ મોદીને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે ધમકીઓ અને દબાણને કારણે તેમને ભારે માનસિક આઘાત પહોંચ્યો હતો.
આ ઘટનાના અનુસંધાને વધુ એક યુવાન, શેહજાન સોયેબ ખલિફા, પોલીસ સમક્ષ હાજર થઈ યોગેશ બેલેરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેના આધારે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે બંને આરોપીઓ સામે કડક કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. શહેરમાં રિકવરી એજન્ટોની દાદાગીરી સામે પોલીસની આ કાર્યવાહીના કારણે ફફડાટ ફેલાયો છે.
Latest Stories