New Update
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલું છે મંદિર
નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે ઉમટે છે શ્રદ્ધાળુઓ
મંદિરને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં
કાવડ યાત્રીઓ ભક્તોને હાલાકી
માર્ગના તાત્કાલિક સમારકામની માંગ
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે કાવડ લઈ આવતા કાવડયાત્રીઓએ બિસ્માર માર્ગના પગલે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર આ માર્ગનું સમારકામ કરાવે તેવી માંગ કરવામાં આવી છે.
ભરૂચથી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નર્મદા નદીના કિનારે વસેલું નિલકંઠેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તો માટે શ્રદ્ધાનો પ્રેરક બિંદુ છે. મંદિર પરિસરમાં ઘણી ગુફાઓ આવેલી છે જ્યાં દૂર-દૂરથી આવેલા સાધુ-સંતો અને પરિક્રમાવાસીઓને આશરો મળે છે. નર્મદા નદીના સંગમસ્થળ પર આવેલ આ પવિત્ર ધામ તેની પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ માટે પણ પ્રસિદ્ધ છે.
હાલમાં સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 700થી વધુ કાવડિયાઓ જયારે ઝાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા ત્યારે આખું મંદિર પરિસર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું.આ ભક્તિભાવ વચ્ચે એક મોટી સમસ્યા ભૂલાતી નથી. મંદિરે જતા માર્ગની ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગથી મંદિર તરફ જતા રસ્તાની દયનીય હાલતને કારણે ભક્તોને ઉઘાડા પગે મુશ્કેલીભરી સફર કરવી પડે છે. કાવડ યાત્રાળુઓએ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક રસ્તાની મરામત અથવા નવા રસ્તાનું કામ શરૂ કરે.
Latest Stories