ભરૂચ: રેલવે ગોદીથી આશ્રય સોસાયટી તરફનો માર્ગ અતિ બિસ્માર, તાત્કાલિક સમારકામની માંગ

ચોમાસાનું આગમન નજીક છે ત્યારે વરસાદ પડતાં આ રસ્તાની સ્થિતિ દયનીય બની શકે છે અને અકસ્માતોની સંભાવના વધે તેવી ચિંતા સેવાઈ રહી છે ત્યારે માર્ગના તાત્કાલિક સમારકામની માંગ

New Update
  • ભરૂચમાં માર્ગની બિસ્માર હાલત

  • રેલવે ગોદીથી આશ્રય સોસા.ને જોડતો માર્ગ બિસ્માર

  • બિસ્માર માર્ગના કારણે સ્થાનિકો પરેશાન

  • અકસ્માતોનું જોખમ વધ્યુ

  • માર્ગના તાત્કાલિક સમારકામની માંગ

ભરૂચના રેલવે ગોદીથી આશ્રય સોસાયટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ગોદીથી આશ્રય સોસાયટી સુધીનો માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે. માર્ગ પર ખાડાઓ પડેલા હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 
સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તાની હાલત એટલી ખરાબ છે કે કેટલીક જગ્યાએ રીક્ષા પલટી જવાની પણ શક્યતા રહી છે. હાલ ચોમાસાનું આગમન નજીક છે ત્યારે વરસાદ પડતાં આ રસ્તાની સ્થિતિ દયનીય બની શકે છે અને અકસ્માતોની સંભાવના વધે તેવી ચિંતા સેવાઈ રહી છે.વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે માંગ કરી છે કે રોડ પર તાત્કાલિક કેમ્પર નાખી પેચ વર્ક કરવામાં આવે અને મોટા ખાડાઓને પુરવામાં આવે જેથી લોકોને રાહત મળે.આ સાથે વાહનચાલકો અને સ્થાનિક રહીશો પણ તાત્કાલિક પગલાં લેવા માંગ કરી રહ્યાં છે.
Latest Stories