ભરૂચ: જુબિલિયન્ટ કંપનીમાંથી રૂ.38 લાખના કેમિકલ પાઉડરની ચોરી,પોલીસકર્મી સહિત 13 આરોપીઓની ધરપકડ

CCTV માં વેરહાઉસની પાછળની બારીનો કાચ તોડી બુકાનીધારી તસ્કરો અંદર પ્રવેશી 5 માં માળે મુકેલ પાઉડરના 4 કારબા કિંમત રૂપિયા 38.88 લાખની ચોરી કરી ગયા હતા.

New Update
ભરૂચની વિલાયત જીઆઇડીસીનો બનાવ
જુબિલિયન્ટ કંપનીમાંથી કેમિકલ પાઉડરની ચોરી
રૂ.38 લાખના પાઉડરની ચોરી થઈ હતી
કુલ 13 આરોપીની પોલીસે કરી ધરપકડ
એક પોલીસક્રમીની પણ ધરપકડ
ભરૂચના વિલાયતની જુબિલિયન્ટ કંપનીમાંથી રૂ.38.88 લાખના કેમિકલ પાઉડરની ચોરીમાં SOG કોન્સ્ટેબલ સહિત 14 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના વાગરા તાલુકાની વિલાયત GIDC માં આવેલી જ્યૂબીલીયન્ટ કંપનીના વેરહાઉસમાંથી જૂન મહિનામાં 40 કિલો કિંમતી  પાઉડર પેલેડીયમ ઓન કાર્બનની ચોરી થઈ હતી.CCTV માં વેરહાઉસની પાછળની બારીનો કાચ તોડી બુકાનીધારી તસ્કરો અંદર પ્રવેશી 5 માં માળે મુકેલ પાઉડરના 4 કારબા કિંમત રૂપિયા 38.88 લાખની ચોરી કરી ગયા હતા.
વાગરા પોલીસ મથકે ગુનો દાખલ થતા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં દહેજ પોલીસને બાતમી મળતા 7 કિલો કેટાલીસ્ટ પાઉડર સાથે 7 આરોપીને ઝડપી લેવાયા હતા.વાગરા પોલીસને આરોપી અને મુદ્દામાલ સોપાતા, પૂછપરછમાં આરોપી સતીશ વસાવાએ અગાઉ કંપનીમાં નોકરી કરતા સમીર રાઠોડ, વિશાલ વસાવા અને વોન્ટેડ વિજય વસાવાએ પાઉડરની ચોરી કરી હોવાની કબુલ્યું હતું.આરોપી સતીશ વસાવા પાસેથી બીજા રીસીવર કિશન વસાવા, આશિષ પરમારે પાઉડર વેચાણ લઈ અંકલેશ્વરના વિજય ચૌહાણને આપવા જતા હતા.જ્યાં વિજય ચૌહાણે SOG કોન્સ્ટેબલ નિલેશ નારસિંગ વસાવા રહે ઝઘડિયા પોલીસ લાઇનને બાતમી આપી હતી. SOG કોન્સ્ટેબલ નિલેશે મુલદ ચોકડી નજીક ગાડી ઉભી રાખી પાઉડર બળજબરીથી લઈ બાતમીદાર વિજયને આપતા તેને અતુલ પટેલને આપ્યો હતો.વાગરા અને દહેજ પોલીસે કિંમતી પાઉડર ચોરી કરનાર 3 આરોપી, SOG કોન્સ્ટેબલ સહિત 11 રીસીવરની 13 કિલો 900 ગ્રામ પાઉડર કિંમત 13.48 લાખ મળી કુલ રૂપિયા 18.53 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories