ભરૂચ: લીંકરોડ પર આવેલ સાંઇબાબા નગરમાં વકીલના મકાનમાં તસ્કરો ત્રાટકયા

Featured | સમાચાર, ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સાંઇબાબા નગરમાં વકીલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી  રોકડા અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 3.40 લાખના મુદ્દામાલની ચોરી

New Update
1234_1650362879
ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલ સાંઇ બાબા નગરમાં વકીલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી  રોકડા અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 3.40 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલ સાંઇ બાબા નગરમાં રહેતા સુરેશચંદ્ર લક્ષ્મીદાસ મહેતા ગત રોજ પોતાના પરિવાર સાથે સુરત ખાતે પોતાનું મકાન બંધ સંબંધીના બારમાં વિધિના પ્રસંગમાં ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટકી વકીલના ઘરને નિશાન બનાવી મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 30 હજાર મળી કુલ 3.40 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે.