ભરૂચ: સીઝનમાં બીજી વખત પુરનું સંકટ ટળ્યુ, તંત્ર અને લોકોએ અનુભવ્યો હાશકારો

ભરૂચમાં સંભવિત પૂરનો ખતરો ટળ્યો, નર્મદા નદીની સપાટીમાં ઘટાડો. ડેમમાંથી પાણીની આવક ઓછી થઈ, નીચાણવાળા વિસ્તારના લોકોને રાહત, તંત્રએ પણ હાશકારો અનુભવ્યો.

New Update
ભરૂચના માથેથી ફરી એકવાર પૂરનું સંકટ ટળ્યું છે,સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવક ઓછી થતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે.
ભરૂચવાસીઓના માથેથી સિઝનમાં બીજી વખત પૂરનું  સંકટ ટળ્યું છે.સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ હતી.જેના કારણે નદી 22 ફૂટની વોર્નિંગ લેવલની સપાટી સુધી પહોંચી ગઈ હતી. જોકે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નદીમાં પણ પાણી ઓછું છોડવામાં આવી રહ્યું છે.
જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે. નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી 74,831 ક્યુસેક પાણીની આવક છે. જેની સામે 52 હજાર 917 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બપોરના સમયે નર્મદા નદીનું જળસ્તર 17.38 ફૂટ નોંધાયું હતું.ભરૂચના માથેથી પૂર સંકટના વાદળો વિખેરાય જતાં વહીવટી તંત્ર સહિત નીચાણવાળા વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
#flood #Monsoon #bharuch narmada river #Narmada
Here are a few more articles:
Read the Next Article