New Update
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા
આજથી સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના કેળવાય તે હેતુથી આ યાત્રા યોજાઇ હતી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી
Latest Stories