ભરૂચ: શ્વેત ક્રાંતિના પ્રણેતા મિલ્ક મેન ઓફ ઇન્ડિયા ડો.કુરિયનનો આજે જન્મદિવસ

શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે,તેમના જન્મદિનને મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે.વર્ગીસ કુરિયન થકી ભારત દેશમાં પશુપાલન એક વ્યવસાય બન્યો છે

New Update
Advertisment
  • શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.કુરીયનનો આજે જન્મદિવસ

  • ભારતનો વિશ્વમાં શ્વેતક્રાંતિ ક્ષેત્રે વાગ્યો છે ડંકો

  • ભરૂચ દૂધધારા ડેરી દ્વારા ડો.કુરીયન પ્રત્યે વ્યક્ત કરી કૃતજ્ઞતા

  • દૂધ ક્રાંતિએ પશુપાલકોનું જીવનધોરણ બદલ્યું

  • દૂધની ક્રાંતિએ પશુપાલકોને આર્થિક રીતે પગભર બનાવ્યા   

Advertisment

 ભારતનો વિશ્વ ક્ષેત્રે શ્વેત ક્રાંતિમાં ડંકો વગાડનાર ડો.વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ,આજના આ મિલ્ક ડે નિમિતે ભરૂચ દુધધારા ડેરી દ્વારા તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. મિલ્ક મેન ઓફ ઇન્ડિયા,ફાધર ઓફ વ્હાઈટ રિવોલ્યુશન અને  શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે,તેમના જન્મદિનને મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે.વર્ગીસ કુરિયન થકી ભારત દેશમાં પશુપાલન એક વ્યવસાય બન્યો છે.

અને ખેડૂતો અને પશુપાલકો તેના થકી એક સારો આવકનો સ્ત્રોત ઉભો કરી શક્યા છે.ત્યારે આજના આ અવસર નિમિત્તે ભરૂચ દુધધારા ડેરી દ્વારા પણ ડો.વર્ગીસ કુરિયન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.અને દુધધારા ડેરીના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ડો.કુરિયનના પ્રયત્નો થકી શ્વેત ક્રાંતિનું નિર્માણ થયું હતું.

અને આજે તેમના આ પ્રયત્નોના ફળસ્વરૂપે પશુપાલકો આર્થિક રીતે સુખી બન્યા છે,ભરૂચ નર્મદા જિલ્લામાં પણ પશુપાલકો આર્થિક રીતે પગભર થયા અને તેમના બાળકોનું યોગ્ય શિક્ષણ,સહિત પરિવારનું યોગ્ય રીતે પાલન પોષણ પણ દૂધ અને દૂધ  ક્રાંતિના લીધે જ શક્ય બન્યું છે.

Latest Stories