New Update
આજે તારીખ 25મી એપ્રિલ
વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
આરોગ્ય વિભાગ દ્વારા જન જાગૃતિ રેલી નિકળી
આરોગ્ય કર્મચારીઓ-વિદ્યાર્થીઓ જોડાયા
આજરોજ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
દર વર્ષે તારીખ 25 મી એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા સામે જાગૃતિ વધારવાના હેતુસર જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ. દુલેરાના અધ્યક્ષ સ્થાને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્ટેશન સર્કલથી શરૂ થઈને જિલ્લા પંચાયત કચેરી સુધી યોજાઈ હતી.રેલી દરમિયાન મેલેરિયા રોગ વિશેની માહિતીઓ, સુરક્ષાના પગલાં અને ચીકિત્સાની માહિતી બેનર દ્વારા આપવામાં આવી હતી. આ અંગે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે. એસ.દુલેરાએ જણાવ્યું હતું કે મેલેરિયાના તાવથી બચવાના તમામ પ્રયાસો સફળ રહ્યા છે ત્યારે હવે આપણે મેલેરિયા મુક્ત જાહેર થવાથી ખૂબ જ નજીક છે.
Latest Stories