New Update
/connect-gujarat/media/media_files/2025/06/19/img-20250619-wa0116-2025-06-19-16-03-38.jpg)
આજે વિશ્વ સિકલએક દિવસ આ રોગમાં વ્યકિતના લોહીનો આકાર ગોળાકારમાંથી દાતરડા આકારમાં થઈ જાય છે.જેથી આ રોગને અટકાવવા માટે જે રીતે લગ્નની કુંડળી મેળવીને લગ્ન કરાય છે તે રીતે બંનેના સિકલ સેલ ટેસ્ટ બાદ જ લગ્ન કરવાથી આ રોગને અટકાવી શકાય છે.
ગુજરાતના ખાસ કરીને પૂર્વીય વિસ્તારમાં એટલે કે આદિવાસી સમાજના લોકોમાં સિકલસેલ એનિમિયા નામનો ગંભીર કહી શકાય તેવો રોગ જોવા મળે છે.જેમાં દર્દીના લોહીનો આકાર ગોળાકારના બદલે દાતરડા જેવો થઈ જાય છે.જેના કારણે દર્દીને અચાનક અસહ્ય પીડા ઉપડે છે અને લાંબી માંદગી બાદ તેનું મૃત્યુ પણ નીપજે છે.જોકે ગંભીર બાબત તો એ છે કે આ રોગ પેઢી દર પેઢી પ્રસરે છે.જેથી આ રોગને કાબુમાં લાવવા જન જાગૃતિ ખૂબ જ આવશ્યક થઈ પડે છે.
ભરૂચમાં રહેતા ડૉ.ડેકસ્ટર ડી.પટેલે તેમની ડોક્ટર બહેનને સીકલસેલ રોગના કારણે ગુમાવવી પડી હતી અને તેના કારણે તેમનું આખું જીવન લોક સેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય લઈને સિકલસેલને અટકાવવા માટે સિકલસેલ અવરનેસ ફાઉન્ડેશનની સ્થાપના કરી છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી લોક સેવા કરી રહ્યા છે.તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોમાં જાગૃતિ લાવવા તેમને દવાઓ,લોહી ટેસ્ટ, મેડિકલ કેમ્પ સુધીની સારવાર નિઃશુલ્ક કરી રહ્યા છે.આ અંગે ડૉ.ડેક્ષ્ટરે જણાવ્યું હતું કે,રોગને અટકાવવા માટે જે રીતે લગ્નની કુંડળી મેળવીને લગ્ન કરાય છે તે રીતે બંનેના સિકલ સેલ ટેસ્ટ બાદ જ લગ્ન કરવાથી આ રોગને અટકાવી શકાય છે.
આજરોજ વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે ડૉ.પટેલે પુનઃ એજ અપીલ કરી છે કે સમાજમાં જનજાગૃતિ લાવવી સૌથી મોટું કામ છે. આજે આપણે બધાએ મળીને સંકલ્પ કરવો પડશે કે કોઈ પણ યુવાન યુવતીના લગ્ન પહેલાં બંનેનું સિકલસેલ ટેસ્ટ કરાવવું ફરજીયાત બનાવશું.