ભરૂચ: પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

author-image
By Connect Gujarat
New Update

ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

પર્યાવરણના જતનના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસવડા ની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વરની વનધારા નામની સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણ કરી તેના જતન અંગેના સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા,ભરૂચ વિભાગ પોલીસવડા સી.કે.પટેલ વનધારા  સંસ્થાના સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.