ભોલાવ ST ડેપો ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપાણ કરાયુ

ભરૂચ | Featured | સમાચાર , સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનો આજથી પ્રારંભ થયો છે.જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૨૫ ડેપો

New Update
ભરૂચના ભોલાવ એસ.ટી.ડેપોમાં ઉજવણી
એક પેડ માં કે નામ અભિયાનની ઉજવણી
વૃક્ષારોપાણના કાર્યક્રમનું આયોજન
એસ.ટી.કર્મચારીઓ જોડાયા
આવનારા દિવસોમાં શ્રમદાનના કાર્યક્રમો પણ યોજાશે
ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનો આજથી પ્રારંભ થયો છે.જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૨૫ ડેપો અને ૧૨૫ વર્કશોપ ખાતે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે એસટી વિભાગ ભરૂચના લાઇઝિંનીંગ અધિકારી જે. એચ.સોલંકી અને ડિવિઝન ક્ટ્રોલર આર.પી શ્રીમાળીયા તેમજ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક વૃક્ષ માતાને નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે ભરૂચ વિભાગના પાંચ ડેપો અને વર્કશોપ ખાતે શ્રમદાન અંતર્ગત કાર્યક્રમ યોજાશે.
Latest Stories