New Update
-
અખંડ આદિવાસી સંગઠન દ્વારા પાઠવાયું આવેદનપત્ર
-
ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
-
સરકારી આવાસની ફાળવણી મુદ્દે કરાય રજુઆત
-
આવાસની ફાળવણીમાં ગોબાચારીના આક્ષેપ
-
સમગ્ર મામલે તપાસની માંગ
અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા ભરૂચના પગુથણ ગામે સરકારી આવાસ ફાળવણી મુદ્દે કલકેટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર પગુથણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. ગ્રામ પંચાયત કચેરી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રહેણાંક હેતુસર આવાસ ફાળવવામાં આવે છે.જે માટે અનેકવાર ફોર્મ ભરેલ છે.
આવાસ ફાળવણી માટે રજુઆત પણ કરી હતી પરંતુ આદિવાસી સમાજના લોકોને આવાસ નહીં ફાળવવામાં આવતા બેથી ત્રણ પરિવારોએ ભેગા રહેવાની નોબત આવી છે.આદિવાસી સમાજના લોકો સાથે ભેદભાવ રાખવા સાથે ગ્રામ પંચાયત દ્વારા બિન જરૂરી અને પૈસાદાર લોકોને આવાસ ફાળવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.સાથે ફાળવેલ આવાસ ભાડે આપી દેતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા વ્યક્તિઓને આવાસ યોજનાનો લાભ આપવા સહિત એક સભ્યને કોઠી ફળિયામાં પોતાના કુટુંબના 6 આવાસો ફાળવી દીધા હોવાના આક્ષેપ કર્યો હતો ત્યારે આ આવાસ ફાળવણીમાં ગોબચારી કરવા મામલે તપાસ કરવા સાથે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Latest Stories