New Update
/connect-gujarat/media/media_files/2025/06/13/YR9mnBx8SaZ7OpixWfs8.jpg)
ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દુર્ભાગ્યે મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિવાર ભાવવિભોર માહોલમાં એકત્રિત થયો હતો અને બે મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભે શાળાના મેનેજીંગ ડાયરેક્ટર પ્રવિણ કાછડીયાએ દુઃખની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, આ દુર્ઘટનાએ અંનેક પરિવારોને અપૂરણી ખોટ પહોંચાડી છે.
પ્રાર્થના કરીએ કે ઇશ્વર મૃત આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.આ કાર્યક્રમમાં વાલીગણ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સહભાગી બની સહાનુભૂતિપૂર્ણ શાંતિ સભા યોજી હતી સાથે જ વિદ્યાર્થીઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી અને સંવેદનાની ભાવના વ્યક્ત કરી હતી.