ભરૂચ : પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હેઠળ જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર 221 સામે ગુન્હો દર્જ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત ભાડુઆત,પરપ્રાંતીય મજુરોના વેરીફીકેશન અંગેના જાહેરનામાનો ભંગ કરનાર કુલ 221 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

New Update
  • ભરૂચ પોલીસની વિશેષ ઝુંબેશ

  • મકાન દુકાન ભાડે આપનારનો કરાયો સર્વે

  • પરપ્રાંતીય લોકોને મિલકત ભાડે આપતા લોકોમાં ફફડાટ

  • અસામાજિક તત્વો સામે સકંજો કસાયો

  • જાહેરનામાનો ભંગ કરતા 221 સામે ગુનો દર્જ 

ભરૂચ પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત ભાડુઆત,પરપ્રાંતીય મજુરોના વેરીફીકેશન અંગેના જાહેરનામાનો ભંગ કરનાર કુલ 221 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવી હતી.જેમાં ત્રાસવાદીઅસામાજીક તત્વો,ઔદ્યોગિક એકમોમાં ભાડેથી મકાન,દુકાનો રાખી શહેરોનો સર્વે કરવા માટે પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી હતી.જેના કારણે અસામાજિક પ્રવૃતિઓને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય.

આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યકિતઓની સચોટ માહિતી મેળવવા અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે હેતુથી પરપ્રાંતિય ઇસમોને મકાન,દુકાનો ભાડે આપી હોય તેમજ પરપ્રાંતિય મજુરોના વેરિફિકેશન અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહી કરનારનું ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમો બનાવી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ વિશેષ ઝુંબેશમાં ભાડુઆત,પરપ્રાંતીય મજુરોના વેરિફિકેશન અંગે નોંધણી નહીં કરાવનાર 221 લોકો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories