ભરૂચ: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાલિકાને રૂ. 1.80 કરોડના વાહનોની ફાળવણી

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગરપાલિકાને 3 JCB, 12 ડોર-ટુ-ડોર માટેના નાના ટેમ્પા સહિત 16 જેટલાં વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી છે.

New Update

ભરૂચ નગરપાલીકાને રૂપિયા 1.80 કરોડથી વધુની કિંમતના વિવિધ વાહનોની ફાળવણી નિમિત્તે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે 16 વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગરપાલિકાને 3 JCB, 12 ડોર-ટુ-ડોર માટેના નાના ટેમ્પા સહિત 16 જેટલાં વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી છે. જેનો લોકાર્પણ કાર્યક્રમ પાલિકા પટાંગણમાં યોજાયો હતો. ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની ગ્રાન્ટમાંથી સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને 16 વાહનો જેમાં 3 JCB, 12 ડોર-ટુ-ડોર વાહનો તથા 1 ટ્રેલર લોડર મળી ટોટલ રૂપિયા 1.80 કરોડના અલગ અલગ વાહનો ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવઉપપ્રમુખ અક્ષર પટેલકારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિપાલિકાના ચીફ ઓફિસર સહિત તમામ શાખાના ચેરમેનો તથા સભ્યોઅધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories