ભરૂચ: ખરચ ખાતે આવેલ બિરલા સેલ્યુલોઝીકના પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે લીધી મુલાકાત !

ભરૂચના હાંસોટના ખરચ ગામ ખાતે આવેલ બિરલા સેલ્યુલોઝીક પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રીએ મુલાકાત લઈ કાપડ ઉદ્યોગને કઈ રીતે વેગવંતો બનાવી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી

New Update
Advertisment
  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ ભરૂચની મુલાકાતે

  • ખરચ ખાતે આવેલ બિરલા કંપનીના પ્લાન્ટની લીધી મુલાકાત

  • કાપડ ઉદ્યોગને વેગ આપવા કરવામાં આવી ચર્ચા વિચારણા

  • નવસારીમાં ટેકસટાઇલ પાર્ક બનાવવામાં આવશે

  • સરકાર દ્વારા 1100 એકર જમીન ફાળવાય

Advertisment
ભરૂચના હાંસોટના ખરચ ગામ ખાતે આવેલ બિરલા સેલ્યુલોઝીક પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રીએ મુલાકાત લઈ કાપડ ઉદ્યોગને કઈ રીતે વેગવંતો બનાવી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી
ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોને વેગીલા બનાવવા ભરૂચના ખરચ ગામે આવેલ બિરલા સેલ્યુઝીકના પ્લાન્ટની  કેન્દ્રીય કપડાં મંત્રી ગીરીરાજસિંહે મુલાકાત લીધી હતી.ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉત્પાદનમાં જોડાયેલા ઉદ્યોગોની કાર્યપધ્ધતિની  ટેકસટાઇલ મંત્રી ગિરિરાજ સિંહે જાણી ચર્ચા વિચારણા કરી હતી. ઉત્પાદનથી બનતા નાયલોન, વિસ્કોસ, વુલ, સિલ્કને મિક્સ કરી અને ઉચ્ચ  ગુણવત્તા ધરાવતું શ્રેષ્ઠ ક્વોલિટીનું અને સસ્તુ કાપડ કઈ રીતે બનાવી શકાય એની જાણકારી મેળવી હતી.આ મુલાકાતમાં ગ્રાસિમના મેનેજિંગ ડિરેક્ટર એચ કે અગ્રવાલ,  યુનિટ હેડ સંજય કુમાર વર્મા  અને પ્રોડક્શન મેનેજર મનમોહન સિંગ જોડાયા  હતા.વિસ્કોસ ફાઇબર ઉત્પાદન  ક્ષેત્રે બિરલા ગ્રુપનું ઘણું મોટું યોગદાન છે.
વિસ્કોસ ફાયબરમાં બિરલા સેલ્યુલોઝ એ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે. 
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ભારતમાં  સાત પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવશે જેમાં ઓછામાં ઓછી 1000 એકર જેટલી જમીન ફાળવવામાં આવશે.ગુજરાતમાં  1,100 એકર જેટલી જમીન નવસારીમા ફાળવવામાં આવી  છે જેમાં આગામી  સમયમાં   ટેકસટાઇલ પાર્ક તૈયાર કરવામાં આવશે.
Latest Stories