New Update
ભરૂચમાં ધુળેટીના પર્વની ઉજવણી
ડોસાની કાઢવામાં આવી નનામી
ભોઇવાડમાં પરંપરાગત ઉજવણી કરાય
નનામી ઘરે ઘરે ફેરવવામાં આવી
અંતે અર્થીને આગ અપાઈ
ભરૂચના ભોઈવાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. યુવાનો દ્વારા ડોસાની અર્થી બનાવી ઘેર ઘેર ફેરવી હોળીના પૈસા ઉઘરાવવામાં આવ્યા.
ભરૂચના ભોઇવાડ વિસ્તારમાં વર્ષોથી ધૂળેટી પર્વ નિમિત્તે અનોખી પ્રથા ચાલી આવે છે. આ વિસ્તારના યુવાનો દ્વારા એક અર્થી બનાવવામાં આવે છે તેના ઉપર ડોસાની પ્રતિકૃતિને સુવડાવવામાં આવે છે. અને ત્યાર બાદ આ યુવાનો ઘેર ઘેર આ અર્થી લઇ જઈ હોળીના નાણા ઉઘરાવે છે. જે નાણામાંથી યુવાનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. અને અંતે આ અર્થીને હોળીમાં સળગાવી દેવામાં આવે છે. આજતોજ ભરૂચના ભોઇવાડ વિસ્તારના યુવાનો દ્વારા આ અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories