New Update
ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી
પાંજરાપોળ ખાતે કરાય ઉજવણી
કુંવારીકાઓનું કરાયુ પૂજન
કુંવારીકાઓ હોય છે માતાનું રૂપ
વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચ પાંજરાપોળ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે કુવારીકા પૂજન અને આરતીનો કાર્યક્રમ યોજાયો હતો જેમા વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં માં અંબાની ઉપાસના અને ભક્તિનું પર્વ નવરાત્રી શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાય રહ્યું છે ત્યારે ભરૂચ શહેરમાં આવેલ પાંજરાપોળ સંસ્થાનમાં પણ અનોખી રીતે નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
નવમાં નોરતે સેવાભાવી સંસ્થા તથા સખી મંડળોના સહયોગથી કુવારીકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ યોજાયો હતો.પરંપરા મુજબ કુવારીકા કન્યાઓને માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે.
આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન કરાયું હતું. કન્યાઓને લાહણી અર્પણ કરીને તેમનું સન્માન કરાયું અને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યુ હતું.આ ધાર્મિક પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, બિપીન ભટ્ટ સહિતના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.